શિયાળા ની કડકડતી રાત અને ચારે બાજુ એક દમ નીરવ શાંતિ હતી.અમાસ ની રાત હોવાથી ચાંદ પણ દેખાતો નહતો ચારે બાજુ અંધારું હતું અને મધરાત હતી.હું એટલે ચોક્સી વ્યવસાયે નામનો ડિટેક્ટિવ વાપી ના સ્ટેસશન ની બહાર ઉભો હતો અને ત્યાં એક પાન ના ગલ્લા પર થી એક સિગરેટ ખરીદી અને મોટો કસ ખેંચી અને ઉભો હતો.ત્યાં ઉભું રહેવાનું કારણ એ હતું કે બાઈક પર ની અમદાવાદ થી વાપી સુધી ની મુસાફરી માં થાકી ગયેલો એટલે થોડો આરામ મળે એટલે ઉભો હતો.ત્યાંથી દમણ નજીક જ હતું ત્યાં મારા જીગરી જાન મિત્ર મનન ને મળવા જઈ રહ્યો હતો.અને એકાદ અઠવાડિયા માટે આરામ મળી જાય એટલે માનો ને કે નાના વેકશન પર જઈ રહ્યો હતો.એવા માં સ્ટેશન ની બહાર એક સુંદર સ્ત્રી ટેક્ષી કે રીક્સા શોધી રહી હતી.દેખાવ માં સુંદર પણ કપડાં એક દમ સાધારણ પહેરેલા આટલી નાની ઉંમર માં એને સાડી પહેરેલી એ થોડું કુતુહલ પેદા કરે એવું હતું પણ એનો દેહ કોઈ પણ ને આકર્ષિત અને મોહિત કરી દે એવો હતો.એટલે મારી નજર એના પર જ હતી ત્યાં ગણ્યા ગાંઠ્યા અમુક લોકો જ હતા.ત્યાં અચાનક એક વાન એક દમ સ્પીડ માં આવી અને પેલી સ્ત્રી પાસે આવીને ઉભી રહી અને કઈ સમજ પડે એ પહેલા એને વાન માં બેસાડી દીધી.અને ત્યાં થી આંખ ના પલકારા માં છું થઈ ગઈ બધા અરે અરે કરતા રહી ગયા.
મેં એક પણ પળ નો વિચાર કાર્ય વગર વાન નો પીછો કર્યો વાન એક બંધ પડેલી દવા ની ફેક્ટરી ની બહાર ઉભી રહી જે રહેણાંક વિસ્તાર થી બહાર હતી મેં બાઈક ની હેડ લાઈટ બંધ કરી દીધી હતી અને એક દમ સફાઈ થી એ લોકો ને જાણ માં થાય એમ એ વાન નો પીછો કરતો આ ફેક્ટરી સુધી આવી ગયેલો.વાન માંથી ચાર લોકો ઉતર્યા અને એ સ્ત્રી ના બંને હાથ પકડી ને એને ઘસેડી ને ફેક્ટરી માં લઈ જઈ રહ્યા હતા.પ્રથમ નજર માં અંદાજ આવે કે કદાચ એ સ્ત્રી ની ઈજ્જત લૂંટવા માટે લઈ જઈ રહ્યા છે. હું ધીમે ધીમે ગરોળી ની જેમ દીવાલ સાથે ચીપકી અને એમની પાછળ પાછળ જઈ રહ્યો હતો. ત્યાં એ લોકો એ સ્ત્રી ને એક થાંભલા સાથે બાંધી અને એમાંથી ત્રણ જાણ ત્યાં થી નીકળી ગયા અને એમાંથી એકે કદાચ એ ગુંડા નો સરદાર હશે એને ફોન માં વાત કરી અને કોઈને માહિતી આપી હતી.જાણે કોઈને જાણ કરી હોય આવું લાગ્યું અને થોડી વાર માં વાન નો નીકળવાનો આવાજ આવ્યો હવે મારે બસ એક જ માણસ ને નિપટવાનો હતો એ આસાન હતું.એક તો ડિટેકટિવ અને પાછું કોઈને પરેશાની માં જોઈને કાઠિવાડી લોહી ગરમ થાય વગર ના રહે મેં એક જ પળ માં નિર્યણ લઈ લીધો અને એક પથ્થર લઈને સીધો પેલા માણસ પર પાછળ થી હુમલો કર્યો માથા માં પથ્થર નો ઘા વાગવા થી એ જમીન પર ફસડાઈ પડ્યો કદાચ બેભાન થઈ ગયો હશે પણ મને એની પરવા નહતી અને હું સીધો પેલી બાંધેલી સ્ત્રી પર ગયો એનું મોઢું અને હાથ પગ બાંધેલા હતા એને છોડાવી એને સીધો બાઈક પર બેસાડી ત્યાંથી સીધા મારા ફ્રેંડ મનન ના ત્યાં પહોંચી ગયા. મનન ને દમણ માં એક ફાર્મ કંપની હતી એને દમણ માં એને એક સુંદર બંગલો હતો દરિયા કિનારે મેં સીધો એના બંગલા માં પ્રવેશી અને ડોર બેલ વગાડી મનન મારી જ રાહ જોતો હતો અને દરવાજો ખોલી અને કીધું અલ્યા ચોકસીડા ક્યાં મરેલો હતો ફોન પણ ઉપાડતો નથી જે મેં સાઇલેન્ટ કરી દીધો તો પેલી વાન ના પીછો કરવામાં મેં મોબાઈલ માં જોયું તો વીસ મિસકોલ કરેલા.
મનન ની નજર પેલી સ્ત્રી પર ગઈ કોણ છે! આ અરે યાર મનેય ખબર નથી અંદર તો આવવા દે આપડે શાંતિ થી પૂછીએ. મનન અંદર આવા માટે કીધું અને અમે બધા સોફા પર ગોઠવાઈ ગયા મેં પેલી સ્ત્રી ને પૂછ્યું કોણ છે તું અને કોણ હતા પેલા લોકો જે તને ઉઠાવી ગયા હતા. મનન એક દમ ચમકી ગયો સુ અપહરણ થયું તું આમનું.મેં કીધું હા અને મેં પીછો કરેલો આમનો અને બચાવીને લાવ્યો એમાં મોડું થયું ભાઈ પણ એને બોલવા દે.પેલી સ્ત્રી એ કીધું કે મારું નામ સીમા છે અને હું અહીં મારી ફ્રેઈન્ડ મોનિકા ને મળવા માટે આવી છું. મનન એ કીધું મોનિકા ક્યાં રહે છે.સીમા એ અડ્રેસ્સ કીધું મેં કીધું આટલી મોડી રાત માં તું આવાની હતી છતાં એ તને લેવા કેમ ના આવી.મોનિકા ને પણ એ વાત ની થોડી નવાઈ લાગી! અમારે વાત થઈ તી એ પ્રમાણે એ મને લેવા આવાનીજ હતી પણ આવી નહીં અને હું જયપુર થી ટ્રેન માં કાલે બેઠેલી ત્યારે વોટ્સએપ્પ માં વાત થઈ હતી અને છેલ્લા બારેક કલાક થી એ ઑફ લાઈન જ બતાવે છે. મનને કીધું સારું આરામ કરો આપડે સવારે ત્યાં જઈસુ.ત્યાં મેં પૂછ્યું તું કેમ એકલી આવવી છે?સીમા એ કીધું કે એ વિધવા છે અને દુનિયામાં એની એની ફ્રેંડ મોનિકા ને બાદ કરતા બીજું કોઈ નથી. મનન કીધું કે સીમા જે અડ્રેસ કેછે એ અહીંયા નજીક માંજ છે.સીમા એ કીધું મને ત્યાંજ મૂકી આવો હું ત્યાં જ રહીશ.એટલે મનન અને હું મનનની કાર માં એને મુકવા માટે નીકળી ગયા.
દસ મિનિટ માં અમે લોકો શુરભી ફ્લેટ ની બહાર ઉભા હતા જ્યાં મોનિકા બસોએક નંબર માં રહેતી હતી.અમે કાર માં બેઠા હતા ત્યાં સામે થી એક વાન આવીને ધડામ થી અમારી કાર ને અથડાઈ મારી કાર ચાલાક પર નજર ગઈ અરે આતો એજ માણસ છે જેને સીમા ને કિડનેપ કરી લીધી તી. મેં મનનને કાર ભાગવા માથે કીધું અમે થોડી વાર માં શહેર ની ગલીઓ માં ખોવાઈ ગયા મનન ત્યાંજ નોજ હતો એટલે એને એક એક ગલી નો ખ્યાલ હતો હવે એમે એવી જગ્યા એ હતા જ્યાં કદાચ પેલો વાન ચાલાક આવી શકે એમ નહતો.મારી નજર સામે હજુ એનો ચહેરો ફરી રહ્યો હતો.થોડા સમય માં હવે અજવાળું થવાનુંછે એટલે માણસો ની ચહલ પહલ વધી જાય એમ વિચારી ને અમે થોડી વાર ત્યાં જ રહેવાનું વિચાર્યું અમે બધા ગભરાયેલા હતા એ વાન અમને મારવાના ઈરાદા થીજ અમારા પર ધસી આવી હતી.
સીમા હું અને મનન એક બીજા ની સામે જોઈ રહ્યા હતા અમેને એ ખબર નહતી કે આ બધા કોણ છે. મેં ઈશારા માંજ સીમા ને પૂછ્યું કોણ હતા એ લોકો સીમા એ જવાબ આપ્યો એને કઈ ખબર નથી એ લોકો વિશે.થોડી ચહલ પહલ ચાલુ થઈ એટલે અમે લોકો એ સીમા ને એની ફ્રેઈન્ડ મોનિકા ના ત્યાં લઈ લેવાનું નક્કી કર્યું અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને સુરભી ફ્લેટ ની સામે ઉભા હતા મેં સીમા ને કીધું હું તને ઉપર મૂકી આવું મોનિકા નો ફ્લેટ બીજા માળે હતો.સીમા અને હું બંને જણા મોનિકા ના ડોર ની સામે ઉભા હતા ડોરબેલ વગાડવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં અને અંદર પણ કોઈ ચહલ પહલ નહતી એટલે મેં સીમા સાથે પ્રશ્નાર્થ ભાવ માં જોયું. સીમા એ દરવાજો થોડો જોર થી પ્રેસ કર્યો તો ખુલલોજ હતો.અમે લોકો અંદર પ્રવેશ્ય હજુ અંધારું જ હતું અંદર ના રૂમ માં અંધારા માં અમે પ્રવેશ કર્યો એ દરમિયાન સીમા મોનિકા ના નામ ની બૂમો પડતી હતી પણ કોઈ જવાબ મળતો નહતો.એવામાં અંદર ના બેડરૂમ માં અમે પ્રેવેશયા અને તે લાઈટ ચાલુ કરી.સામેનું દૃશ્ય જોઈને હૃદય ધબકારો ચુકી ગયો અને કપાળ પર આવી ઠંડી માં પણ પરસેવાની બૂંદો આવી ગયી.સામે મોનિકા પંખા સાથે લટકી રહી હતી.સીમા થી આ દ્રસ્ય જોવાયું નૈ એને વોમિટ થઈ ગઈ અને એ ખૂબ રડવા લાગી.
સીમા ને બહાર ના રૂમ માં બેસાડી અને એને પાણી આપ્યું મેં મોનિકા ના રૂમ ને પહેલા તપાસ કરવાનું વિચાર્યું.રૂમ ની ચારે તરફ નજર કરી સાફ હતું કે આત્મહત્યા હતી.ત્યાં મારી નજર મોનિકા ના પર્સ પર ગઈ એ પર્શ માં થોડા પૈસા અને મેકઅપ નો સમાન અને એક ચૂંથાયેલાં કાગળ હતું.એ કાગળ માં બે નંબર લખેલા હતા મેં એ કાગળ મારા ખીચા માં મૂક્યું અને સીમા પાસે જઈને મેં મોનિકા વિશે જણાવવા માટે કીધું.સીમા એ તરત કીધું કે મોનિકા આત્મહત્યા કરેજ નઈ વળી એ થોડા સમય થી તો ખુબજ ખુશ હતી અને એ એની વાતો પરથી લાગતુજ હતું અમે લોકો જ્યારે જ્યારે ફોન પર વાત કરતા એ ખૂબ ખુશ હતી અને એ મને કઈ કેવાની પણ હતી પણ એને કીધું તું કે એ મળી ને જ વાત કરશે.મોનિકા અનાથ હતી પણ એ સારું એવું કમાતી હતી અને એ ખૂબ ખુશ હતી આવા સમય માં કોણ આત્મહત્યા કરે.
સીમા ની વાત પર જો વિશ્વાસ કરવા માં આવે તો એ વાત સાફ હતી કે મોનિકા આત્મહત્યા કરી શકે નહીં.મેં તરત મનનને ઉપર આવા જણાવ્યું અને મનન ને લોકલ પોલીસ માં થોડી ઓળખાણ હતી. મનન ને ઉપર આવી મેં આખી વાત કરી એ ગભરાઈ ગયો એને એને આ બધી લપ માં પાડવાની કોઈ ઈચ્છા નહતી પણ મારી વિનંતી થી એ માની ગયો એને એને એના દોસ્ત ઇન્સ્પેક્ટર રાઠોડ ને કોલ કરી અને સુરભી ફ્લર્ટ માં થયેલા ખૂન ની વાત કરી.ઇન્સ્પેક્ટર રાઠોડ થોડી વાર માં એમની ટીમ લઈને ત્યાં આવી પહોંચ્યા.પ્રથમ નજર માટે આત્મહત્યા જ લાગતી હતી એટલે ઇન્સ્પેક્ટર રાઠોડને અમે જે સીમા વળી વાત હતી એ જણાવી.ઇન્સ્પેક્ટર રાઠોડે પોલીસ પ્રોટેકશન આપવાની વાત કરી.પણ મેં કીધું હાલ તો અમે સીમા ને નિશાંત ના ત્યાં લઈ જૈયે છીએ પછી એને જ્યાં જવું હોય ત્યાં મૂકી અવિસુ.ઇન્સ્પેક્ટર રાઠોડે જણવ્યું જ્યાં સુધી કેસ કલોસ ના થાય ત્યાં સુધી સીમા એ અને મારે અહીજ રહેવું પડશે.એટલે અમે મનન ના ત્યાં રોકાવાનું નક્કી કર્યું.
અમે બધા મનન ના ત્યાં સોફા પર બેઠા હતા ત્યારે મેં સીમા ને મોનિકા વિશે પૂછ્યું.સીમા એ માહિતી આપી કે સીમા ના મમ્મી પપ્પા નાનપણ માંજ ગુજરી ગયા એને એના દાદી એ મોટી કરેલી અને થોડા વારસો પહેલા એના દાદી ગુજરી ગયા એટલે એ જયપુર છોડી ને દમણ માં આવી ગઈ અહીંયા એ કોઈ સારી હોટલ માં કામ કરતી હતી.મેં મારા સ્વભાવ પ્રમાણે એને પૂછ્યું શું કામ કરતી હતી?સીમા એ કીધું કે એ સારી સિંગર હતી એટલે એને અહીંયા રોયલ હોટલ માં નોકરી માંડી હતી અને એ સારું કમાતી હતી.મેં સીમા ને પૂછ્યું કે એને કોઈ ચક્કર હતું એટલે એને કોઈ બોયફ્રેન્ડ હતો.સીમા એ કીધું કે ના આમતો એ આવી નહતી અને એને ક્યારેય કોઈ છોકરાની વાત નહતી કરી પણ હા એ ઘણી વાર માંગીલાલ નામના એના હોટલ ના મેનેજર વિશે વાત કરતી હતી.માંગીલાલ એને ખૂબ મદદ કરતો હતો અને મોનિકા ના મોઢે એને માંગીલાલ ના ખૂબ વખાણ સાંભળ્યા હતા.મારી પાસે હવે બે વસ્તુ હતી તપાસ કરવા માટે એતો મોનિકા ના પર્સ માં મળેલો કાગળ અને માંગીલાલ. મારી આદત મુજબ મેં મોનિકાના પર્સ માંથી જે કાગળ માંડ્યું હતું એની જાણકારી કોઈને આપી નહતી.
મનન ને કોઈ કામ હતું એટલે એને જવું પડે એમ હતું એને અમારી રજા લીધી અને કીધું તમે લોકો આરામ કરો મારે નીકળવું પડશે અને હા ચોક્સી આપડે સાંજે સીમા ને જ્યાં એને જાઉં હોય ત્યાં મૂકી આવીશુ એ આપડે સાંજે નક્કી કરીયે.એમ કહી અને મનન થયા થી નીકળી ગયો મારે પણ તપાસ કરવાની હતી એના વગર ઊંઘ થોડી આવે ભાઈ,એટલે મેં સીમા ને કીધું એક કામ કાર તું આરામ કાર આપડે સાંજે માળિયે. તું ચિંતા ના કરીશ હું સિક્યુરિટી વાળા ને ખબર રાખવા કેતો જાઉં છું એટલે તું ગભરાયા વગર આરામ કરજે સીમા એ સંમતિ માં માથું હલાવ્યું.અને હું મારી બાઈક પર નીકળી પડ્યો સિકયુરિટી પર રહેલા થાપા ને ભલામણ કરતો ગયો કે કોઈ અજાણ્યા ને બંગલાની આજુબાજુ જોવે તો સતર્કઃ થઈ જજે.
હું થોડી દૂર બાઈક પર ગયો અને રસ્તા માં એક ટેલિફોન બૂથ ની પાસે બાઈક ઉભું રાખી અને પેલા બંને નંબર કોના છે એ તપાસ કરવાનો નિર્યણ કર્યો પહેલો નંબર ડાયલ કર્યો તો એ રોયલ હોટલ નોજ હતો અને બીજો નંબર મદનબાપુ ના આશ્રમ નો હતો.મને રોયલ હોટેલ નો નંબર તો કેમ હશે એ મગજ માં બેસતુતું પણ આ મદનબાપુ નો નંબર કેમ હશે એ સાલું સમજાતું નહતું.મદનલાલ બાપુ એ રાજ્ય ના ખૂબ જ પ્રખ્યાત બાપુ હતા અને ઘણા લોકો એ એમને પોતાના ગુરુ માનતા હતા ધીમે ધીમે બાપુ ને પ્રસિદ્ધિ દેશ અને વિદેશ માં વધતી જતી હતી.બાપુ આયુર્વેદ ના ખૂબ જ જાણકાર હતા એમની દવા ખૂબ અસરકાર હતી એટલે બાપુ ધર્મ અને આયુર્વેદ ની દુકાન માં કરોડો રૂપિયા કમાતા હતા.દમણ માં બાપુ નો વિશાળ આશ્રમ હતો અને એક વિશાળ આયુર્વેદિક દવા ની ફેક્ટરી પણ હતી.મદનલાલ બાપુ એક વિશાળ કદ ના બાપુ હતા.અને મોટા ઉદ્યોગપતિ થી માંડી અને મોટા મોટા રાજનેતાઓ પણ એમની પાસે આવતા.મદનલાલ બાપુ જઇયે અને માંડી જાય એ આસાન નહતું એટલે મેં રોયલ હોટલ ને મારી તપાસ ની પહેલી કળી બનવાનું નક્કી કર્યું.
મારી બાઈક હોટલ રોયલ ની બહાર પાર્કિંગ માંજ ઉભી રાખી હતી હોટલ એના નામ પ્રમાણે એક સુંદર અને ફાઈવ સ્ટાર હોટલ હતી ત્યાં બાઈક પર કદાચ વેઈટર આવતા હશે.દિવસ નો સમય હતો એટલે ત્યાં ચહલ પહલ ઓછી હતી પણ રાત્રી ના સમયે તો આખી હોટલ એક મહેલ ની માફક રોશની થી ઝળહળી ઉઠતી અને પાર્ટી કરવા માટે લાંબી લાંબી ગાડીઓ આવતી અને મહેફિલો જામતી.રાજ્ય ના અને આજુબાજુના દરેક રાજ્ય ના દરેક પૈસાદાર લોકો અને અમીર બાપ ના નબીરાઓ ના લીધે હોટલ રોયલ હંમેશા ધમધમતી રહેતી.હું અંદર પ્રવેશ્યો થોડા માણસો નાસ્તો કરી રહ્યા હતા અને થોડા વેઈટર હોટલ નો સ્ટાફ અને થોડા ગ્રાહક હતા.હું એક ટેબલ પર ગોઠવાઈ ગયો ત્યાં એક વેઈટર આવ્યો મેં એને એક સોફ્ટ ડ્રિન્ક ઓર્ડર આપ્યું અને માંગીલાલ ની માહિતી માંગી વેઈટરે કીધું કે માંગીલાલ બે દિવસ થી હોટલ પર આવ્યો નથી.મેં વેઈટર ને માંગીલાલ નું અડ્રેસ પૂછ્યું તો એને કીધું કે એને કોઈ માહિતી નથી.એને મને આવા કોઈની માહિતી આપવામાં રસ નથી.
મેં વેઈટર ને વોશરૂમ તરફ આવવા માટે ઈશારો કર્યો અને હું વોશરૂમ માં ઘુસી ગયો થોડી વાર માં પેલો વેઈટર પણ આવ્યો મેં એને એક પાનસો ની નોટ પકડાવી અને માંગીલાલ નું સરનામું માંગ્યું વેઈટરે મને માંગીલાલ નું સરનામું આપ્યું એટલે હું ત્યાં જવા માટે નીકળી ગયો.માંગીલાલ ના ઘરે પહોંચીને મેં એના ઘરનો દરવાજો ખખડાવ્યો એટલે અંદર થી આવાજ આવ્યો કોનું કામ છે? મેં કીધું માંગીલાલ તો અંદર થી જવાબ આવ્યો તેલ લેવા ગયો માંગીલાલ.મને થોડું અજીબ લાગ્યું એક તો એ અવાજ કોઈ સ્ત્રી નો હતો અને આવા શબ્દો નો પ્રયોગ એને એક દમ ગુસ્સા માં દરવાજો ખોલ્યો અને મારી સામે જોઈને પૂછ્યું કોણ છે ભાઈ તું? મેં કીધું હું પોલીસ માં છું અને મારે માંગીલાલ ને થોડા સવાલો કરવા છે
એટલે સામેની સ્ત્રી પોલીસ નું નામ સાંબળીને થોડી ઠંડી પડી ગઈ અને ડરી પણ ગઈ.એને મને કીધું કે માંગીલાલ ને કોઈ મોનિકા સાથે સંબંધ છે અને એ ઘણા સમય થી ઘરે નથી આવ્યો.મને એની વાત માં સચ્ચાઈ લાગી.હું ફરી થી હોટલ રોયલ માં ગયો અને પેલા વેઈટર પાસે જઈને માંગીલાલ બીજે ક્યાં હોઈ શકે એ જાણવું હતું.મેં વેઈટર ને કીધુકે માંગીલાલ તો ઘણા સમય થી એના ઘરે જતોજ નથી.પેલો વેઈટર થોડું હસ્યો અને કીધું સાહેબ આ માંગીલાલ ખુબજ રંગીન મિજાજ નો છે પડ્યો રેતો હશે એની કોઈ માશુકા જોડે એના ઘરે.મેં પેલા વેઈટર ને પૂછ્યું તું મને જણાવ એ ક્યાં હોઈ શકે.વેઈટરે કીધું કે મેં આવું સાંબળ્યું છેકે માંગીલાલે રંગરેલિયા માનવ માટે આશોપાલવ માં એક ફેલ્ટ રાખેલો છે.મેં એની પાસે એડ્રેસ લીધું અને મોનિકા વિશે પૂછ્યું.
મોનિકા નું નામ સાંભળી ને વેઈટર ના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા.એને કીધું મોનિકા અહીંયા રાત્રે ગાવા માટે આવતી હતી અને હું દિવસે આવું છું મને એના વિશે વધારે કઈ ખબર નથી મેં કીધું આવતી હતી એટલે એ હવે નથી આવતી પેલા વેઈટરે મને આજનું ન્યૂઝપેપર બાતવ્યું એમાં મોનિકા ના મૃત્યુ ના સમાચાર હતા.પેલા વેઈટરે મને ત્યાંથી નીકળી જવા માટે કીધું અને વિનંતી કરી તમે હવે મને વધારે સવાલો ના કરો મારે અહીં નોકરી કરવાની છે અને તમે કોઈને મેં આપેલી માહિતી વિશે કેતા પણ નહીં. હું ત્યાં થી સીધો આસોપાલવ ફ્લેટ વાળા માંગીલાલ ના અડ્રેસ પર પહોંચ્યો ત્યાં લોકો ની ભીડ જામેલી હતી અને પોલીસ ની ગાડીઓ પણ પડી હતી.મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને ત્યાં જોયો એટલે મેં ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જઈને પૂછ્યું સુ થયું છે અહીં.ઇન્સ્પેક્ટર રાઠોડ મને જોઈને ઓળખી ગયા એને કીધું કે માંગીલાલ નું કહું થયું છે. હું તો એક દમ સ્તબદ્વ થઈ ગયો.કોણ હશે ખૂની? અને કેમ કહું થયું હશે એ હજુ સમજાતું નહતું.મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને પૂછ્યું કઈ પુરાવા મળ્યા છે તો ઈન્સ્પેક્ટરે કીધું કે કઈ માંડ્યું નથી પણ તપાસ કરીશુ.અને ઇન્સ્પેક્ટર રાઠોડે માહિતી આપી કે મોનિકા એ ગળે ફાંસો લગાવતા પહેલા ઊંઘ ની ગોળીઓ ખાધેલી હતી મને થોડું અજીબ લાગ્યું કે કેમ એવું જો લટકવું જ હતું તો ઊંઘ માં થોડી લટકી શકે.ઇન્સ્પેક્ટર રાઠોડે એ પણ કીધું કે કેસ ને અમે આત્મહત્યા જાહેર કરી અને બંધ કરી દીધો છે તમે શહેર ની બહાર હવે જઈ શકો છો.એને મને સીમા વિશે પણ પૂછ્યું મેં કીધું સીમા મનન ના ત્યાં છે.એને મને પૂછ્યું તું અહીંયા સુ કરે છે?
મેં કીધું બસ એમજ આંટો મારવા માટે આવેલો મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને કીધું કે પેલી વાન કે વાન વાળા માણસો વિશે કઈ માહિતી બાતમી માંડી તો ઇન્સપેક્ટર રાઠોડે કીધું કે અમે એ ફેક્ટરી ની તપાસ કરી ત્યાં કોઈ નહતું અને ત્યાં કોઈ સાબૂત પણ નહતો.એટલે મેં કીધું કે તમે તમારી ગુનેગારો ની ફાઈલ બતાવો તો જો એ માણસ એમાં હોય તો મને ઓળખતા વાર નહીં લાગે આપડે એને શોધી શકીશુ.ઇન્સ્પેક્ટર રાઠોડ ને આ વાત ગળે ઉતરી એમે લોકો પોલિસ સ્ટેશન ગયા અને એમને મને બધા ગુનેગારોની ફોટા સાથે ની માહિતી વળી ફાઈલ આપી થોડા પણ ઉથલાવતા મારી નજર એક ફોટા પર અટકી ગઈ અને મેં ઇન્સ્પેક્ટર રાઠોડ ને કીધું આજ માણસ હતો જેને અમારા પર હુમલો કરેલો અને સીમા ને કિડનેપ કરેલી.ઇન્સ્પેક્ટર રાઠોડે કીધું અરે આતો રીઢો ગુનેગાર રઘુ છે.એના પર ચોરી અને બે નમ્બર ના માલ ની હેર ફેરી ના ઘણા આરોપો છો પણ પૂરતા પુરાવા ના આભવે એને વધારે સજા નહતી થતી. એને એ હમણાંજ જૈલ માંથી છૂટેલો છે.મેં કીધું રાઠોડ સાહેબ તમે એને શોધી કાઢો એજ આપડને મોનિકા ના ખૂન વિશે કઈ બાતમી આપી શકે.અથવા બને કે એનેજ ખૂન કર્યું હોય.ઈન્સ્પેક્ટરે પપેર માં એના નામ સાથે સમાચાર આપવાનું નક્કી કર્યું.
આ બધી વાત માં સાંજ પાડવા આવી હતી હું મનન ના ઘરે જવા માટે નીકળી ગયો.ઘરે પહોંચ્યો તો સીમા ઉઠીને નાહીને બહાર આવી હતી વાળ એના ભીના હતા.મારીતો સીમા પરથી નજર હતી રહી નહતી.કદાચ સીમા ને પણ હું જોતો હતો એ ગમવા લાગ્યું હતું.સીમા એ મને પૂછ્યું કે કઈ માહિતી માંડી મેં કીધું ના પણ હા મને એ વાત ની માહિતી માંડી છે કે મોનિકા ને માંગીલાલ જોડે સંબંધ હતા અને માંગીલાલ પહેલાથી પરણિત અને બે છોકરાનો બાપ હતો અને એની પણ હત્યા આજે જ થઈ છે.સીમા ને મોનિકાના માંગીલાલ સાથે ના આટલા નિકટ ના સંબંધ ની જાણ નહતી એટલે એ પણ ચોંકી ગઈ.મેં મોનિકા ને કીધું જો બંને નું મોત એક વાત તો સાબિત થાય છે કઈ તો દાળ માં કાળું છે.બને કે મોનિકા એ આત્મ હત્યા કરી હોય પણ માંગીલાલ નું ખૂન કોઈ કેમ કરે? આપડે એની તપાસ જરૂર કરવી પડશે.
અને હા,આપડા પર જે માણસ એ હુમલો કર્યો હતો એ આ વિસ્તાર નો એક નામચીન ગુંડો રઘુ હતો અને પોલિસ એની તપાસ કરી રહી છે તું ચિંતા ના કાર આ બધા પાછળ નક્કી કોઈ તો છે આપડે એના સુધી જરૂર પહોંચી જઈસુ તું નિશ્ચિન્ત રહે.એવા મા થોડી વાર માં મનન પણ ત્યાં આવ્યો મનને મેં માંગીલાલ ના મૌત અને રઘુ વિશે માહિતી આપી.રઘુ નું નામ સાંભળી મનન કઈ વિચાર માં પડી ગયો એટલે મેં એને કીધું ચલ યાર કઈ ખાઈએ અને પિયે હું આરામ કરવા આવેલો હતો એમાં આ અણધારી અફાટ માં ભરાઈ ગયો હવે સ્વભાવ પ્રમાણે વાત ના મૂળ સુધી પહોંચ્યા વગર ચેન પણ ક્યાં પાડવાનું હતું.
મનન અને મેં બહાર જવાનું નક્કી કર્યું કારણ કે સીમા એ બહાર આવાની ના પડી એટલે મનને એના માટે ઘરે જમવાની વ્યવસ્થા કરી આપી.અમે લોકો નજીક માંજ આવેલી એક હોટલ પર ગયા મેઈન રોડ દેખાય એમ કાંચ ની એક રેસ્ટોરન્ટ માં અમે જવાનો અને ડ્રિન્ક નો ઓર્ડર આપ્યો.કલાક જેવો સમય થઈ ગયો હશે એમે બંને વાતો માં પરોવાઈ ગયા ત્યાં મારી નજર અચાનક રસ્તા પરથી જતી વાન પર પડી અને એ વાન એક માણસ એટલે રઘુ ચલાવતો હતો હું સીધો બહાર ભાગ્યો પણ એટલા સમય માં તો એ વાન લઈને ત્યાં થી નીકળી ગયો એની સ્પીડ વધારે હતી પણ મેં તરત એને ઓળખી લીધો.પણ હું થોડો મોડો પડ્યો એ ત્યાંથી ભાગી ગયો. મેં મનન ને કીધું આપડે તરત ઘરે જાઉં જોઈએ અમે ઘરે પહોંચ્યા ત્યાં અંદર પ્રવેશ ના દરવાજા ની પાછળ ની લોન માં થાપા મરેલો હતો. અમે અંદર ગયા તો સોફા પર સીમા ની લાસ પડી હતી.એને કોઈએ ગોળી મારી ને મારી નાખી હતી.
મનને તરત રાઠોડ ને ફોન પર માહિતી આપી હું અને મનન બંને સદમામાં હતા મનન તો એટલે વધારે હતો કે એના ઘર માં આ ખૂન થાય હતું.રાઠોડ થોડી વાર માં આવી પહોંચ્યો એને તપાસ કરી અને અમારા પર સક કર્યો પણ સારું થયું કે અમે જે હોટલ માં જમવા ગયા હતા ત્યાં સી સી ટીવી કેમેરા માં આમેલોકો હતા એટલે અમે બચી ગયા નઈતો રાઠોડ તો અમને રિમાન્ડ પર લેવા આતુર હતો.પૂરી ખાતરી બાદ મેં રાઠોડ ને કીધું આમારા પર સક કરવાના બદલે તું પેલા રઘુ ને પકડ મેં એને હમણાંજ આ વિસ્તાર માં જોયો છે.
સીમા ની બોડી ને પોસ્ટમોર્ટમ માં મોકવામાં માં આવી એને રાઠોડ ને કોઈનો ફોન આવ્યો કે રઘુ ચંદન ફ્લેટ માં રહે છે.કદાચ એના કોઈ ઈન્ફોરમેરે એને માહિતી આપી હતી.રાઠોડ એ અમને કીધું કે તમે લોકો ગભરાશો નહીં રઘુ ની માહિતી માંડી ગઈ છે થોડી વાર માં એ આપડી ગિરફ્ત માં હશે.એમ કહીને રાઠોડ એની હથિયારધરી ટીમ સાથે રઘુ ને પકડવા માટે નીકળી ગયો.ઇન્ફોર્મર ના આપેલા સરનામાં પર પહોંચ્યા તો ત્યાં બાતમી મુજબ ના સરનામાં પર પહોંચ્યા દરવાજો બંધ હતો.ધક્કો મારીને દરવાજો ખોલ્યો તો સામે રઘુ ની લાસ પડી હતી.કોઈને એનું ગળું કાપી નાખેલું હતું.દમણ જેવા નાના શહેર માં એક સાથે આટલા ખૂન અને એ પણ બે દિવસ માં રાઠોડ ને તો દિવસે તારા દેખાવા લાગ્યા.અને વિચારવા લાગ્યો પહેલા મોનિકા,માંગીલાલ અને સીમા અને થાપા.રાઠોડ હવે ખરેખર દુવિધા માં હતો કે કોણ આટલા ખૂન કરી શકે.બંને કે રઘુ એ બધા ખૂન કાર્ય હોય પણ રાધુનું ખૂન કોણ કરે એ મોટો સવાલ હતો.રાઠોડે અમને ફોન માં રઘુ ના મોત ની માહિતી આપી.
હું અને મનન બંને વિચારી રહ્યા હતા કે સાલું કોણ ખૂન કરી શકે એમાં મારા મગજ માં મદનલાલ બાપુ નો નંબર યાદ આવ્યો જે મોનિકા ના પર્સ માંથી મળેલો મેં મનનને કીધું કે આ મદનલાલ બાપુ કેવા છે?મનન એ કીધું ભાઈ એ મારા ગુરુ છે? અને હું એમને ખૂબ માનું છું. કેમ એમનું સુ છે અરે કઈ નઈ મારે થોડી આયુર્વેદિક દવા લેવી છે એટલે એમજ પૂછ્યું મનન ને મેં કીધું યાર તું મને લઈ જજે ને તો એને કીધું આપડે કાલે જઈસુ.હું બેઠો બેઠો વિચારી રહ્યો હતો ત્યાં મારા મગજ માં એક વાત પર ગઈ કે મોનિકા અને માંગીલાલ નું કનેકશન રોયલ હોટલ સાથે છે એટલે એ હોટલ માં કઈ હોઈ શકે.એની તપાસ કરવી જોઈએ.ત્યાં મને સીમા નો વિચાર આવ્યો મને લાગ્યું કે એના ઘરે જઈને તપાસ કરવી જોઈએ સીમા એ મને એનું જયપુર નું અડ્રેસ આપેલું હતું.એ પણ હતું કે એના ઘર માં કોઈ નહતું પણ કોઈ પાડોસી કે ઓળખીતું મળે તો જાણ કરવી જોઈએ એમ વિચારી અને મેં જયપુર જવાનો વિચાર કર્યો.હું મનન ની કાર લઈને જયપુર જવા મળે નીકળી ગયો.અને મનન ને કીધું કે તને કોઈ માહિતી મળે તો મને ફોન કરજે. હું રસ્તા માં મારા મગજ માં ચાલી રહ્યા વાવાઝોડા સાથે ખુદ લડી રહ્યો હતો કેમ કોઈ એટલા ખૂન કરી શકે મારું ડિટેકટિવે મગજ વિચારો ના વાવાઝોડા માં હતું મને એટલી તો ખાતરી હતી કે આમ કઈ કો કનેકશન છે.કદાચ રઘુ એ બધા ખૂન કાર્ય હોય અને રઘુ નું કોઈએ ખૂન કર્યું હોય હવે એ વાત તો નક્કી હતી કે રઘુ તો ખાલી પેદુ હતો બાકી ચાલ તો કોઈ બીજા ની હતી.જે પણ હોય પકડવું તો પડશે અને આગળ બીજું કોઈ નું ખૂન થાય એ પણ સંભાવના હતી.મોનિકા ને એવી રીતે મારવામાં આવેલી કે આત્મહત્યા લાગે. આ બધા વિચારો મારા મગજ માં ચાલી રહ્યા હતા.હું ડ્રાઇવિંગ કરીને થાકી ગયો હતો હું રાજસ્થાન માં પહોંચી ચુક્યો હતો ત્યાં એક ધાબા પર કાર ઉભી રાખી થોડો આરામ કરીને મેં નીકળવાનું વિચાર્યું.
મારી ગાડી સીમા ના આપેલા ઘર ની બહાર ઉભી હતી ત્યાં પાસે પાસે બધા મકાન એક રો હાઉસ ની જેમ હતા સીમા ના ઘરે તો લોક હતું પણ એના ઘર ની બાજુ માં રહેલા એક મોટી ઉંમર ના કાકા મને જોઈને કીધું ભાઈ કોનું કામ છે?મેં કીધું કાકા આ ઘરે કોઈ નથી. ના ભાઈ આઇયા હાલ કોઈ નથી કાકા એ મને જવાબ આપ્યો મેં કાકા ને સીમા ના મૃત્યુ ના સમાચાર આપ્યા અને સાથે મોનિકાના પણ કાકા બંને ને ઓળખતા હતા મેં કાકા ને મારી ઓળખાણ પોલીસ તરીકે આપી અને કીધું હું મોનિકા નો ફ્રેન્ડ પણ છું.
કાકા ને મારી વાત પર જાણે એક દમ વિશ્વાસ આવી ગયો હોય એમ મને અંદર બોલ્યો અને મને પાણી પીવડાવ્યું હું ખૂબ થાકેલો હતો મેં કાકા ને કીધું મને બધા ચોક્સી કહે છે.કાકા કે એમનો પરિચય આપ્યો કે મારું નામ લલિત છે અને હું એક હું સાયકોલોજી નો ટીચર છું અને સીમા મારી બેટી જેવીજ હતી અમારે સારા સંબંધ હતા. મેં પૂછ્યું લલિતજી તમે મને સીમા વિશે કઈ માહિતી આપી શકો એટલે એના સાંસારિક જીવન વિશે અને એના પતિ વિશે.લલિતજી એ કીધું કે સીમા ના પતિ નું નામ મહેશ હતું અને એ બંને એક બીજા ને ખૂબ પ્રેમ કરતા હતા. એમાં એક દિવસ લલિતે ઘરમાંજ આત્મહત્યા કરી લીધી.મેં કીધું કેમ એવું તો સુ થયું હતું? લલિતજી એ મને જણવ્યું કે મહેશે એની કંપનીના દસ લાખ રૂપિયાથી એ જુગાર રમવા ગયેલો અને બે દિવસ માં બધા હારી ગયો એની પાસે એટલા રૂપિયા નહતા અને નોકરી પણ જવાનો ડર અને ઈજ્જત જવાના ડર થી એને આત્મહત્યા કરી લીધી.
મેં લલિતજી ને પૂછ્યું મહેશે કેવી રીતે આત્મહત્યા કરી હતી તો લલિતજી એ કીધું કે બપોર ના સમયે હું જ્યારે ઓફિસ માં હતો અને સીમા પણ નોકરી પર હતી ત્યારે મહેશે ઘરમાંજ પોતાની જાત પર પેટ્રોલ છાંટી એને આગ લગાવી દીધી હતી.એટલે મેં કીધું તમે ઓફિસ માં હતા તો કોઈએ આ બનાવ જોયો હતો.તો લલિતજી એ કીધું હા મારી પત્ની એ આખી ઘટના એની આંખે જોઈ હતી અને એનેજ મને એ વાત કરી હતી.
મેં લલિતજી ને વિનંતી કરી કે સુ હું તમારી પત્ની સાથે આ બાબતે વાત કરી શકું?લલિતજી એ કીધું હા કઈ વાંધો નહીં પરંતુ હાલ એ મંદિર એ ગઈ છે? એ હમણાં અવંતીજ હશે એ આવે ત્યાં સુધી તમે રાહ જોવો.હું લલિતજી બીજી વાતો માં વળી ગયા.લલિતજી એ બાતવ્યું કે સ્કૂલ માં સાયકોલોજી બનાવે છે.મેં પણ જણાવ્યું કે હું ડિટેકટિવ છું વ્યવસાયે અને દમણ માં હું મારા ફ્રેન્ડ ના ત્યાં વેકેસશન માટે ગયેલો ત્યાં સીમા નું અપહરણ થયું અને બાદ માં આટલા બધા ખૂન એટલે મને શંકા છે? કે આ બધું કેમ થઈ રહ્યું છે?એની પાછળ સુ કારણ હશે?કંઈક તો દાળ માં કાળું છે.બસ એ શોધવાની કોસીસ કરું છું તમારી મદદ મળશે તો હું જલદી તપાસ આગળ વધારી શકીશ.એવાંમાં લલિતજી ના પત્ની આવતા દેખાય એ અંદર પ્રવેસ્યા એટલે લલિતજી એ મારો પરિચય આપ્યો કે આ ભાઈ પોલીસ માં છે અને મહેશ ના આત્મહત્યા વિશે જાણવા માંગે છે.
લલિતજી એ મારી સામે જોઈને કીધું કે આ મારી પત્ની શાંતિ છે તમે એને સવાલો કરી શકો છું?હું ત્યાં સુધી દૂધ લઈને આવું.હવે હું અને શાંતિ દેવી બેઠા હતા એટલે મેં શાંતિદેવી ને સવાલ કર્યો કે મહેશ ને તમે તમારી આંખે સગાળતા જોયેલો.શાંતિદેવી એક દમ ગભરાઈ ગયા એમને મહેશ ને સગાળતા જોયેલોએ એક દર્દ નાક ઘટના હતી.એને આ ઘટના બાદ એમની ઘણી રાતો ની ઊંઘ ઉડી ગઈ હતી એમની આંખો ની સામે મહેશ ની સળગતી અનુકૃતિ આવતી હતી.મને લાગ્યું કે શાંતિદેવી પર આ ઘટનાની ઊંડી અસર પડી લાગે છે. એટલે મેં શાંતિ દેવી ને કીધું કે મને લાગે છે મહેશ ની કોઈએ હત્યા કરી છે?અને તમે થોડી મદદ કારસો તો આપડે ખૂની પકડી લઈશુ.શાંતિ દેવી એ જણાવ્યું કે બપોર નો સમય હતો સીમા જોબ પર હતી અને અમારી સોસાયટી માં બપોર ના સમયે ચહલ પહલ બઉ નથી રેહતી હું ઘરે એકલી હતી એવા માં કોઈનો એક દમ દર્દનાક અવાજ સાંભળ્યો બચાઓ બચાઓ.મને લાગ્યું કે આ મહેશ નોજ અવાજ છે અવાજ એટલો જોરથી આવતો હતો કે હું ત્યાં પહોંચી તો ત્યાં ઘણા લોકો ઉપસ્થિત હતા અને ધુમાડાના ગોટે ગોટા મહેશ ના ઘર માંથી નીકળતા હતા.અને બધા ઘરનો દરવાજો તોડી રહ્યા હતા.મને થોડી અજીબ લાગ્યું મેં કીધું ઘરનો દરવાજો થોડી રહ્યા હતા એટલે સુ એ અંદર થી બંદ હતો.તો શાંતિ દેવી કે કીધું કે દરવાજો પણ સાથે સગડી ગયો હતો એટલે એ ચોક્કસ તો ના કહેવાય કે અંદર થી બંધ હતો કે બહારથી.તમે કોઈ શંકા સ્પદ વ્યક્તિ ને જોઈ હતી એ બનાવ બન્યો એ દિવસે મહેશ ના ઘર ની આજુબાજુ.શાંતિ દેવી એ મગજ પર જોર આપીને ભવા ઉપર ચડાવી ને યાદ કર્યું, ના એવું કોઈ વ્યક્તિ મેં એ દિવસે કે એના પહેલા જોયું નથી.
એવા માં લલિતજી દૂધ લઈને આવ્યા અને મને પૂછ્યું હવે તમારી ઈન્કવાયરી પતિ ગઈ હોય તો આપડે ચા પિયે.મન શાંતીદેવી ચા બનાવ માટે કીધું.મેં શાંતીદેવી નો આભાર માન્યો અને એ ઉભા થઈ ને ચા બનવા માટે ગયા.મેં લલિતજી ને એક વાત પૂછી તમે સાયકોલોજી બનાવો છો.તો તમને માનવ વર્તુણક અને એના સાયકોલોજિકલ વર્તુણક પર તો આપણું મહારથ હશેને.લલિતજી એ હસતા હસતા કીધું કે હા ચોક્સી સાહેબ હું બે દાયકાથી આજ કામ કરું છું અને મને આજ આવડે છે?મેં લલિતજી ને સવાલ કર્યો કે માણસ જ્યારે આત્મ હત્યા કરવાનું વિચારે ત્યારે સૌથી પહેલા એના મગજ માં સુ આવે?લલિતજી એ મને કીધું જે માણસ આત્મ હત્યા કરવાનું ત્યારેજ વિચારે જ્યારે એની સહન શક્તિ ની ચરમસીમા આવી ગઈ હોય,અપમાન સહન ન થાય,માનસિક અસંતુલન હોય,કે પૈસા નો પ્રોબ્લેમ હોય આ થોડા કોમન ઉદારહણ છે.હવે વાત મહેશ ની તો એ માસિક રીતે એક દમ તંદુરસ્ત હતો અને દસ લાખ ના લીધે એ એવું પગલું લે આ શક્ય નથી હા બની શકે કે ચોરી ના આરોપ માં એની બદનામી થાય એ કદાચ એનાથી સહન ના થાય તો આવું બની શકે.
તો આ એક કારણ હોઈ શકે જેના લીધે મહેશે આ પગલું લીધું હોય.બીજું કે માણસ જ્યારે આત્મ હત્યા કરવાનું વિચારે એટલે પ્રથમ એ સૌથી સહેલો રસ્તો જ વિચારે જેમા એને ઓછી તકલીફ પડે અને જીવ જલ્દી નીકળી જાય જેમા કે ટ્રેન નીચે આવી જાઉં,ઝેર લઈ લેવું,કે ગળે ફાંસો આપવો, વગેરે,, મેં લલિતજી ને પૂછ્યું કે જો આવું હોય તો મહેશ એક કેમિસ્ટ હતો એને કેમિસ્ટ્રી નો જાણકાર માણસ હતો તો એ કોઈ કેમિકેલ કે એવી દવા લઈ સંકેત જેમાં એ આસાનીથી મારી સંકેત તો એ પોતાની જાતને સળગવા જેવો ખતરનાક નિર્ણય કેમ કરી શકે. લલિતજી મારી વાત સાથે એક દમ સંમત થયા.એવા માં શાંતિદેવી ચા લઈને આવ્યા અમે લોકો એ ચા પીધી અને હું મહેશ ની કંપની ની અડ્રેસ લઈને ત્યાંથી નીકળી ગયો.ત્યાં થી સીધી મારી કાર હવે ''માય ફાર્મસિટીકલ" ની સામે ઉભી હતી.મેં ગાડી પાર્ક કરી અને અંદર જવાનું વિચાર્યું ત્યાં રિસેપ્શન પર એક સુંદર છોકરી બેઠી હતી.મેં એને જઈને મહેશ વિશે માહિતી પૂછી તો એને કીધું કે એતો થોડા સમય પહેલા આત્મ હત્યા કરી ચુક્યા છે.મેં એને કીધું કે હું ઇન્સ્યોરન્સ કંપની માંથી આવું છું અને મારેથોડી માહિતી જોઈએ છે. જો તમારા કોઈ મેનેજર લેવલ ના માણસ મને મદદ કરે તો મારું કામ પતિ જાય.રિસેપનીસ્ટે મને વેઇએટિંગ માટે મુકેલા સોફા પર બેસવા માટે ઈશારો કર્યો હું ત્યાં બેઠો અને એને ઇન્ટરકોમ પર કોઈની સાથે વાત કરી અને મને થોડી વાર માં એને અંદર સીધા જવા માટે કીધું અને ત્યાં સામે થોમસ ની કેબીન છે એમાં તમે જઈ શકો છો? હું અંદર પ્રવેશયો અંદર ઘણા લોકો કોમ્પ્યુટર પર લાગેલા હતા ત્યાં મારી નજર સામે રહેલા એક કાંચ ના કેબીન માં ગઈ એ નું બહાર લખ્યું હતું માર્કેટિંગ હેડ થોમસ.મેં કેબીન પર નોક કરી અને અંદર આવા માટે અનુમતિ માંગી.તો થોમસે મને અંદર આવા માટે કીધું. અને એની સામે રહેલી ચૈર માં હું ગોઠવાયો.મેં મારો પરીચય આપ્યો તો થોમસ ખૂબ હોશિયાર માણસ નીકળ્યો એને મને મારું વિઝિટિંગ કાર્ડ કે કોઈ આઇડેન્ટિટી કાર્ડ માંગ્યું.મારી પાસે તો ડિટેકટિવે નું લાઇસન્સ અને આઈ ડી હતું.મેં ઘણો પ્રયન્ત કર્યો વાત ને ફેરવાનો.અરે મેં એના સડેલા મોઢા ના અને એક દમ ચીપ પસંદ કરેલા એક દમ ભદ્દા કરલ ના કપડાં ની તારીફ કરી.પણ થોમસ સાલો જેવો દેખાતો હતો એવો હતો નૈ.ખૂબ ચાલાક હતો.એટલે મેં સમય સુચકતા વાપરી અને એને સાચું કઈ દીધુંઅને મારું આઈ ડી કાર્ડ પર બાતવ્યું.એ જોતા એ કોઈ વિચાર માં ખોવાઈ ગયો જાણે એના મગજ માં કઈ ગણતરી ચાલી રહી હોય કે કઈ પ્લાન કરી રહ્યો હોય.
થોડી વાર પછી સ્વસ્થ થયા પછી એને મને પૂછ્યું હા બોલો મિસ્ટર ચોક્સી હું તમને સુ મદદ કરી શકું એટલે મેં કીધું કે મારે મહેશ ની વાત જાણવી છે.એને કંપની એ કમ દસ લાખ રૂપિયા આપેલા એટલે થોમસે મને કહ્યું કે એને થોડા ઇક્વિપમેન્ટ અને થોડા લેબ કેમિકલ લાવાના હતા એને એને રસ્તા માં એક સપ્લાયર હતો એટલે વિશ્વાસ રાખી અને મહેશ ને મેજ પૈસા આપયેલા પણ સાલો હરામી જુગાર રમવા બેસી ગયો અને હારી ગયો.મેં થોમસ ને પૂછ્યું શું તમને એ વાત નો ખ્યાલ હતો કે એ જુગાર રમતો હતો? થોમસ ને મને કીધું જોવો ચોક્સી સાહેબ મને એ વાત નો ખ્યાલ હોત તો હું શું કામ એને પૈસા આપવાનું જોખમ લેત! અમે બીજી વાતો કરતા હતા ત્યાં મારી નજર એના કેબીન માં રહેલી મદનલાલબાપુ ના ફોટા પર ગઈ અને મેં થોમસ ને પૂછ્યું તમે આ બાપુ માં માનો છો.થોમસે ફોટા ને નમન કરતા કીધું હા આજે જે પણ છું એમના લીધેજ છું.અને અમારી કંપની ની માલકીન માયા મેડમ પણ એમને ખૂબ મને છે.મેં થોમસ ને પ્લાન્ટ વિઝિટ કરવા માટે કીધું તો થોમસે કીધું કે અમે ફાર્મ દવા બનાવીયે છીએ અને એ રિસ્ટ્રિક્ટેડ એરિયા છે.ચોક્કસ અનુમતિ વગર હું તને વિઝિટ ના કરવી શકું.મેં કીધું સારું તું તું મારી મુલાકાત માયા મેડમ સાથે કરવી શકે તો થોમસે કીધું હું એમને વાત કરી જોયું જો એ હા પડે તો તમે મળી શકો.એને ઇન્ટરકોમ પર વાત કરી અને મને મારી જાણકારી આપી અને મારે મળવું છે એવું સામેના વ્યક્તિ ને કીધું વાત પર થી એ માયા મેડમ જ લાગતા હતા.થોડી વાર માં એને કોલ પૂરો કરી અને મારી શકે જોઈને કીધું યુ આર લકી મિસ્ટર ચોક્સી મેડમ મુલાકાત માટે રાજી થઈ ગયા છે.
થોમસે મને એની પાછળ આવા માટે જણાવ્યું હું એની પાછળ જતો હતો અને ઓફિસ પર નજર ફેરવતો હતો.ઓફિસ માં હિમાલય જેવી ઠંડી હતી કદાચ સેન્ટ્રલાઈઝ એ.સી. સિક્સટીન ડિગ્રી પર હશે મને તો ઠંડી લાગવા મંડી આદત નહતી ને આવી ઠંડી ની આપડે તો એક કચડ કચડ અવાજ ના પંખાની આદત.ઓફિસ ની ડિઝાઇન એક દમ માં મોહી લે આવી હતી અને કલર પણ જોરદાર પસંદ કરવામાં આવ્યો હતો અને દરેક વ્યક્તિ પોતાના ડેસ્કઃ પર લેપટોપ માં કૈક કરવા માંથી રહ્યા હતા.સામે ચા અને કોફી માટે નેસ્કેફે નું મશીન પડેલું હતું.એક વાર તો મને વિચાર આવેલો સાલું આપણું નસીબ ક્યારે ચમકશે અને આવી કંપની માં કામ કરવા મળશે.
એવામાં મારી નજર એક કેબીન ની સામે લખેલી તકતી પર ગઈ એના પર લખેલું હતું "માયા" એક દમ ફેન્સી ફ્રન્ટ માં મને થયું બસ ખાલી માયા કઈ બીજું કેમ નૈ લખ્યું હોય ત્યાં થોમસે કીધું આપડે પહોંચી ગયા માયા મેડમ ના કેબીન પાસે અને થોમસે મને કીધુ કે મેડમ ને માયા કહેડાવ્યું વધારે ગમે છે.અને એને દરવાજા પર કનોક કર્યું અને અંદર થી અવાજ આવ્યો કમ ઈન....એનો અવાજ એટલો મધુર હતો કે મને તો થોડી વાત આવું લાગ્યું કે જંગલ ની નીરવ શાંતિ માં કોયલ નો આવાજ હોય એક દમ મનમોહક.અવાજ થીજ ભલ ભલા ને મહાત કરી દે એવો એનો અવાજ હતો.થોમસે દરવાજો ખોલ્યો તો અંદર થી ગુલાબ ની એક દમ સુંદર ખુશ્બૂ મારા નાક માં મહેસુસ થઈ આહ... મારા મોઢા માંથી નીકળી ગયું.એવા માં થોમસે મારી તરફ ઈસરો કરી ને કીધું..હી ઇસ મિસ્ટર ચોક્સી...મેડમ માયા એ મને કીધું હેવ આ સીટ પ્લીસ અને થોમસ ને જવા માટે કીધું.મેડમ માયા એ મને પૂછ્યું તમે કઈ લેશો ચા,કોફી ઠંડુ..એ વખતે હું મેડમ માયા ને આંખો ફાડી ને જોઈ રહ્યો હતો.
Text: Yagnesh Chokasi
Images: yagnesh Chokasi
Editing: Yagnesh Chokasi
Translation: Yagnesh Chokasi
Publication Date: 07-27-2016
All Rights Reserved